શોકની ઘડીમાં સહાનુભૂતિની છાંયાઃ PM મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ દાખવી માનવતા અને નેતૃત્વનું સચોટ દ્રષ્ટાંત
અમદાવાદમાં ઘટેલી વિમાન દુર્ઘટના દેશભરમાં શોકની લાગણી પેદા કરી રહી છે. આ દુર્ઘટનાએ અનેક નિર્દોષ જીવનો છીનવી લીધા છે અને અનેક પરિવારોએ પોતાના પ્રેમાળ સભ્યો ગુમાવ્યાં છે. આવા ગંભીર સંજોગોમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળે પધારીને માત્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન જ નથી કર્યું, પરંતુ દુ:ખના સમયમાં દેશના લોકોને સહાનુભૂતિ અને સંવેદનાનો સંદેશ પણ આપ્યો…