શિક્ષણના દીપકને પ્રણામ: અમદાવાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહની તૈયારીઓ પૂર્ણ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષક દિવસ (Teacher’s Day) નિમિત્તે આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ આ વર્ષે પણ ભવ્યતાથી યોજાવાનો છે. તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ અમદાવાદના પાલડી ખાતે સ્થિત ટાગોર હોલમાં સવારે ૧૧ વાગ્યે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અધ્યક્ષપદે રહેશે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી…