રાધનપુરની વલ્લભનગર–વિઠ્ઠલનગર સોસાયટી ગરકાવ: ગંદકી, મચ્છરો અને રોગચાળાના ભય વચ્ચે લોકરોષ ઉગ્ર
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વરસાદી ઋતુ સાથે જ અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ખાસ કરીને મસાલી રોડ વિસ્તારમાં આવેલી વલ્લભનગર તથા વિઠ્ઠલનગર સોસાયટી આજે નાગરિકો માટે નરકસમાન પરિસ્થિતિ સર્જી રહી છે. ગટર લાઇન બ્લોક થવાથી તથા વરસાદી પાણીના નિકાલની સુવિધાનો અભાવ હોવાને કારણે સમગ્ર સોસાયટી ગંદા પાણીના તળાવમાં ગરકાવ થઈ ગઈ છે. ગટર બ્લોક…