જામનગરમાં મનરેગા કૌભાંડના આક્ષેપ: ધુતારપુરના શ્રમિકોનો વિરોધ
જામનગરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજનામાં કથિત કૌભાંડના આક્ષેપોને કારણે ખળભળાટ મચી ગયો છે. ધુતારપુર ગામના શ્રમિકોએ યોજનામાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા શ્રમિકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા થઈને વળતરની ચૂકવણીમાં થતી અનિયમિતતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મનરેગા યોજના, જે ગ્રામીણ પરિવારોને…