જામનગર જિલ્લામાં નાઈટ ટ્રાફિક ડ્રાઈવ: પોલીસની કડક કાર્યવાહીમાં ૨૮૨ વાહન ચાલકો દંડાયા – કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા એસપી ડૉ. રવિ મોહન સૈનીની પહેલ
જામનગર તા. ૨૮ : જામનગર શહેર અને જિલ્લાભરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવા તેમજ કાયદો-વ્યવસ્થા પર નિયંત્રણ મેળવવા માટે નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગઇકાલે રાત્રે વિશેષ “નાઈટ ટ્રાફિક ડ્રાઈવ” યોજાઈ હતી. આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનો, તેમની ટીમો અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ સક્રિય રીતે જોડાયા હતા….