મગફળીના ટેકાના ભાવ પર ખરીદી મર્યાદા વધારવાની ખેડૂતની માંગ — જામનગર જિલ્લાના ખેડૂતોની સરકાર સમક્ષ વિનંતિ : કમોસમી વરસાદથી થયેલ પાકનુ નુકસાન વળતર સાથે તાત્કાલિક રાહત આપવાની માગ ઉઠી
જામનગર જિલ્લાસહીત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે મગફળીનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ બમણું થયું છે. અનુકૂળ હવામાન, સારા વરસાદ અને ખેડૂતોના મહેનતપૂર્વકના પ્રયાસો બાદ આ વર્ષે મગફળીના રેકોર્ડ ઉત્પાદનની સંભાવના ઉભી થઈ છે. પરંતુ આ આનંદ વચ્ચે ખેડૂતો સામે નવા પ્રશ્નો ઊભા થયા છે — ટેકાના ભાવે મગફળીની મર્યાદિત ખરીદી, ખરીદી કેન્દ્રોની અછત, તથા પાછતરા…