રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદની ફરી ઝાંખી – ગણેશ મહોત્સવમાં નેતાઓ અને કોર્પોરેટરોની ગેરહાજરીએ ઉઠાવ્યા અનેક સવાલો
રાજકોટ શહેર ભાજપ (BJP)માં આંતરિક તણાવ અને જૂથવાદનો મુદ્દો કોઈ નવો નથી. છેલ્લા ઘણા વર્ષોથી પક્ષના કાર્યક્રમોમાં કેટલાક નેતાઓની ગેરહાજરી કે તો પછી એક જૂથ તરફ ઝોક જેવા સંકેતો સામે આવતા રહ્યા છે. પરંતુ તાજેતરમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પરંપરાગત ગણેશ મહોત્સવમાં જે દૃશ્યો જોવા મળ્યા, તેનાથી ફરી એકવાર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે….