જામનગરમાં ‘વેસ્ટ ટુ એનર્જી’ કંપનીની ઉઘાડી દાદાગીરી – મહાનગરપાલિકા નિષ્ક્રિય? નાગરિકોના હક્ક, કરોડો રૂપિયાનું નુકસાન અને અનઉત્તરિત પ્રશ્નોની લાંબી યાદી!
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની રહ્યો છે – ગાંધીનગર વિસ્તારમાં સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ (ગુડવોટ્સ કંપની). મહાનગરપાલિકાની તરફથી અપાયેલી સુવિધાઓ, મફત જમીન અને કરોડો રૂપિયાનો ખર્ચ છતાં આ પ્લાન્ટ આજની તારીખે બંધ પડેલો છે. આશ્ચર્યની વાત એ છે કે, કંપની મહાનગરપાલિકાની નોટિસોને ગણકાર્યા વગર ‘ઉઘાડી દાદાગીરી’ કરી રહી છે…