જામનગરમાં “નવલા નોરતા”ની આગાહી: નવરાત્રીની તૈયારીમાં ખેલૈયાઓનો ઉત્સવમય ધમધમાટ શરૂ
જામનગર, જેને છોટીકાશી તરીકે ઓળખવામાં આવે છે, તે શહેરમાં હાલ માતાજીના “નવલા નોરતા”ને લઈ ઉત્સાહ અને ઉમંગની લહેર છવાઈ ગઈ છે. શહેરની દરેક શેરી-ગલીઓમાં, મહોલ્લાઓમાં, મેદાનોમાં તથા ગરબી મંડળોમાં ખેલૈયાઓ રાસ-ગરબાની પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા છે. માત્ર થોડા જ દિવસોમાં શરૂ થનારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને, નાની બાળાઓથી માંડીને યુવાનો તથા વડીલો સુધી સૌ કોઈ…