દિલ્હી વિસ્ફોટ બાદ પીએમ મોદીની માનવતાભરી દોડ,LNJP હોસ્પિટલ પહોંચીને ઘાયલોની ખબર લીધી, સાંજે CCS બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે મહત્વની ચર્ચા
નવી દિલ્હી, તા. 12 નવેમ્બર 2025 દેશની રાજધાની દિલ્હીમાં સર્જાયેલ વિસ્ફોટની ઘટનાએ આખા રાષ્ટ્રને હચમચાવી મૂક્યું છે. આજે સવારના સમયગાળા દરમિયાન થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હતા, જ્યારે કેટલાકના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટનાની ગંભીરતા સમજતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસમાંથી પરત ફરીને સીધા જ એલ.એન.જે.પી. (લોક નાયક જયપ્રકાશ)…