પ્રેમ, સંગીત અને વિયોગની કરુણ કથા: સુલક્ષણા પંડિતનું અવસાન સંજીવ કુમારની પુણ્યતિથિએ — ભાગ્યનો અજોડ સંયોગ
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અનેક કલાકારોએ પોતાની પ્રતિભા અને સંવેદનાથી ચાહકોના દિલમાં અવિસ્મરણીય સ્થાન બનાવ્યું છે. એમાંની એક સુમધુર અવાજ અને અભિનયની ધરોહર રહેલી અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિત આજે નથી રહી. સંગીત અને ભાવનાના સંગમરૂપ આ કલાકારીએ પોતાના જીવનમાં જેટલો પ્રેમ આપ્યો, તેટલો જ વિયોગ પણ ભોગવ્યો. 6 નવેમ્બર, 2025ના રોજ તેમનું અવસાન થયું —…