બ્રિટિશ કાળનો એલ્ફિન્સ્ટન બ્રિજ હવે ઇતિહાસ: તોડી પાડવાનું કામ શરૂ, મુંબઈને મળશે આધુનિક ડબલ-ડેકર પુલ
મુંબઈના દક્ષિણ-મધ્ય વિસ્તારને પૂર્વ-પશ્ચિમ દિશામાં જોડતો અને એક સદીથી વધુ સમયથી નાગરિકો માટે મહત્વપૂર્ણ બની ગયેલો એલ્ફિન્સ્ટન રોડ ઓવર બ્રિજ (ROB) હવે ઇતિહાસ બની ગયો છે. બ્રિટિશકાળની નિર્મિતી ગણાતો આ પુલ શુક્રવારે સાંજથી તોડી પાડવાનું કામ શરૂ થયું અને રાત્રિ સુધીમાં તે કાટમાળમાં ફેરવાઈ ગયો. આ પુલે દાયકાઓ સુધી પરેલ અને પ્રભાદેવી જેવા મુખ્ય વિસ્તારોને…