એસ.ટી. કર્મચારીઓના હક્ક માટે જામનગર વિભાગ સજ્જ — ૧૦ નવેમ્બરે અમદાવાદમાં યોજાનારી “શ્રમિક આક્રોશ રેલી” માટે જામનગર-દેવભૂમિ દ્વારકાના આગેવાનોનું આહવાન
જામનગરઃ રાજ્યવ્યાપી સ્તરે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જી.એસ.ટી.આર.ટી.સી.)ના કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેકવાર રજૂઆતો, ચર્ચાઓ અને સ્મરણપત્રો આપ્યા છતાં કર્મચારીઓની વાજબી માગણીઓને લગતા નિર્ણયો હજુ સુધી અમલમાં આવ્યા નથી. પરિણામે રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓમાં વ્યાપક અસંતોષ અને નિરાશાનો માહોલ સર્જાયો છે. આ પરિસ્થિતિ સામે હવે એસ.ટી.મજદૂર સંઘે…