દિવાળીના તહેવાર પહેલાં જામનગર પોલીસનો ચુસ્ત ચેકિંગ અભિયાન — ફટાકડાના સ્ટોલથી લઈ વાહન સુધીની સઘન તપાસ, ગુલાબનગર માર્કેટમાં પોલીસની સક્રિય હાજરી
જામનગર તા. ૧૭ —દિવાળીના તહેવારોના પૂર્વ સંધ્યાએ જામનગર પોલીસ તંત્રે શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર કડક ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ (IPS) ના માર્ગદર્શન હેઠળ તથા જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) ના નિર્દેશ મુજબ શહેરના ગુલાબનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ, લોકલ પોલીસ તેમજ…