જામનગરની રંગમતી નદીમાં કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ – GPCBની બેદરકારીથી પર્યાવરણ અને જનજીવન પર ગંભીર સંકટ
જામનગર શહેરને જીવનદાન આપતી અને આસપાસના વિસ્તારોને કુદરતી સૌંદર્ય આપતી રંગમતી નદી છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રદૂષણના ભોગ બની રહી છે. ખાસ કરીને દરેડ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદું પાણી ખુલ્લેઆમ નદીમાં છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટના માત્ર એક પર્યાવરણ સંબંધિત સમસ્યા જ નથી, પરંતુ સ્થાનિક લોકોના…