જામનગરમાં પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસની અંદરથી બહાર આવેલી જુગાર-સેટિંગ કથા : બાઈક ચોરીની તપાસની આડમાં જુગારખાને દરોડો, પૈસાનો તોડ અને પછીનો ખળભળાટ
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વારંવાર ચર્ચામાં રહે છે. શહેરના સીટી એ ડિવિઝન વિસ્તારના રણજીતસાગર રોડ ઉપર આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં બનેલી તાજેતરની ઘટના માત્ર જુગારના રેઈડની નહીં પરંતુ પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ અંગે અનેક સવાલો ઊભા કરી રહી છે. બાઈક ચોરીની તપાસના બહાને અંદર ગયેલી પોલીસે ત્યાં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડ્યો હોવાની વાત…