પર્યાવરણમિત્ર ગણેશ મહોત્સવ માટે જામનગર જિલ્લામાં જાહેરનામું – POP અને કેમિકલયુક્ત રંગો પર પ્રતિબંધ
જામનગર, તા. ૨૫ ઓગસ્ટ –આવતા ગણેશ મહોત્સવને લઈને જામનગર જિલ્લામાં પર્યાવરણ સુરક્ષિત રહે અને પાણીમાં પ્રદૂષણ ન ફેલાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ એન. ખેર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દર વર્ષે જેમ ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન થઈને વિસર્જન નદી, તળાવ કે સમુદ્રમાં કરવામાં આવે છે, તેમ જ આ વર્ષે પણ હજારોથી…