પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપઃ દમણમાં ફરવા આવેલા બારડોલીના પર્યટકો સાથે લૂંટફાટ જેવી હરકત, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ૭ લાખ પડાવ્યા
સુરત જિલ્લાના બારડોલી વિસ્તારના ત્રણ યુવાનોએ તાજેતરમાં દમણમાં બનેલી એક હચમચાવી મુકનારી ઘટના અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમની વાત મુજબ, તેઓ નિર્દોષ રીતે દમણ ખાતે પાર્ટી કરવા ગયેલા, પરંતુ દમણના કેટલાક પોલીસકર્મીઓએ તેમને નિશાન બનાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને અંતે તેમને ચક્કરાવતી રીતે રૂપિયા ૭ લાખ પડાવ્યા. આ બનાવે પર્યટન કેન્દ્ર તરીકે…