શ્રાવણી અમાસે ભાટિયા ગામમાં ભવ્ય પિતૃ તર્પણ અનुष્ઠાન: ગૌશાળા, કેસરિયા તળાવ અને મંદિરોમાં ધાર્મિક ભાવના સાથે ભક્તો ઉમટ્યા
શ્રાવણ માસના અંતિમ દિવસને ધાર્મિક મહત્વ ધરાવતી શ્રાવણી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે વિશેષ રીતે તર્પણ, દાન-પુણ્ય તથા ધાર્મિકવિધિઓ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ભાટિયા ગામ પણ આજે વહેલી સવારથી જ ધાર્મિક રંગમાં રંગાઈ ગયું હતું. ગામના ગૌશાળા, કેસરિયા તળાવ તથા પીપળાના વૃક્ષ નીચે ગામલોકોએ ભક્તિભાવથી પિતૃ…