મોરકંડા ગામે કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ આરોગ્ય કેમ્પનું ભવ્ય ઉદ્ઘાટન : ગ્રામ્ય વિકાસની દિશામાં જામનગરનો નવો મંગલપ્રયાણ
જામનગર જિલ્લાના મોરકંડા ગામે આજ રોજ કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ આરોગ્ય અને વિકાસને પ્રોત્સાહિત કરતો વિશાળ પશુ જાતીય આરોગ્ય કેમ્પ ખુલ્લો મુકાયો હતો. આ કેમ્પ માત્ર એક આરોગ્ય સેવા કાર્યક્રમ નહોતો, પરંતુ ગ્રામ્ય અર્થતંત્રના સ્તંભ સમાન પશુપાલન વ્યવસાયને વધુ સક્ષમ બનાવવા…