સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ
અમદાવાદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં જોડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી…