“શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરની સ્નેહસભર મુલાકાત: ‘રાષ્ટ્ર સેવા પરમો ધર્મ’ના મંત્રથી યુવા કેડેટ્સમાં ઉત્સાહનો સંચાર”
જામનગર જિલ્લામાં યુવાનોમાં રાષ્ટ્રસેવા અને શિસ્તપૂર્ણ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો એક વિશિષ્ટ પ્રયાસ એન.સી.સી. (NCC – National Cadet Corps) દ્વારા કરવામાં આવે છે. આવા એક પ્રયત્નરૂપ, શ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે 8 ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટના દ્વારા ચાલી રહેલા એન.સી.સી. કેમ્પની મુલાકાત 3 જૂન, 2025ના રોજ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે લીધી હતી. આ મુલાકાત…