જામનગરની નારીશક્તિની ઉજ્જવળ ઉડાન : DAY-NRLM યોજના હેઠળ મહિલા સશક્તિકરણ તરફ સરકારના અભૂતપૂર્વ પ્રયાસો
વિકાસ સપ્તાહ ૨૦૨૫ના અવસરે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોની ગાથા ઝળહળતી દેખાય છે. દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ ગામડાંની સામાન્ય ઘરગથ્થુ મહિલાઓએ માત્ર બચત અને સ્વસહાયની ટેવ જ વિકસાવી નથી, પરંતુ પોતાનું નાનું ઉદ્યોગ શરૂ કરીને પરિવારના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ…