જામનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026: ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, કયા વોર્ડ માટે કઈ કચેરીમાં કરવું ફોર્મ સબમિશન – તંત્ર દ્વારા વિગતવાર માર્ગદર્શન જાહેર.
જામનગર શહેરમાં આવનારી જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેરના કુલ 16 વોર્ડ અને 64 બેઠકો માટે ચૂંટણી યોજાનાર હોય, તમામ રાજકીય પક્ષો તેમજ સ્વતંત્ર ઉમેદવારો માટે સૌથી મહત્વપૂર્ણ તબક્કો એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી…