દેવભૂમિ દ્વારકામાં મોટું બેંકિંગ કૌભાંડ ખુલાસો: એક્સિસ બેંકમાં ₹97 લાખના ગોલ્ડ લોન ઉચાપતમાં 10 શખ્સ સામે ગુનો નોંધાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્સિસ બેંક શાખામાંથી ગોલ્ડ લોનના નામે કરવામાં આવેલા ₹97 લાખના મોટા આર્થિક ઉચાપતનો ભાંડો ફૂટી જતા બેંકિંગ ક્ષેત્રમાં ચકચાર મચી છે. બેંકના અધિકારીઓની શંકાને આધારે કરવામાં આવેલી આંતરિક તપાસ બાદ ખુલાસો થયો કે ગોલ્ડ લોન માટે રજૂ કરાયેલ સોનું વાસ્તવમાં ખોટું અથવા ઓછા કિમતીનું હતું. આ મામલે પોલીસને સોંપવામાં આવેલી ફરિયાદ બાદ…