પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM મોહન યાદવના માર્ગદર્શન હેઠળ જબલપુરમાં ખેડૂતજાગૃતિ માટે ભવ્ય ‘ચૌપાલ’ યોજાઈ
મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં 26 જૂનના રોજ માનસ ભવન ખાતે ‘એક ચૌપાલ – પ્રકૃતિ ખેતી કે નામ’ વિષયક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશમાં મહાકૌશલ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન, વલણ અને વ્યાપનો…