સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર તરીકે પ્રો. જયદીપસિંહ ડોડિયા ની નિમણૂંક : શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા, નવી દિશા — ત્રણ દાયકાના શૈક્ષણિક અનુભવો ધરાવતા વિદ્વાનનું સન્માન
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જે રાજ્યના ઉચ્ચ શિક્ષણનું ગૌરવ ગણાય છે, ત્યાં એક મહત્વપૂર્ણ નિમણૂંક સાથે નવી ઉર્જા ફેલાઈ છે. અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર પ્રો. જયદીપસિંહ ડોડિયાની એકઝિક્યુટિવ કાઉન્સિલ (E.C.) મેમ્બર તરીકેની નિમણૂંક થતાં શિક્ષણજગતમાં હર્ષની લાગણી વ્યાપી છે. પ્રોફેસર ડોડિયા માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સંસ્થાકીય વિકાસ અને નીતિગઠનના ક્ષેત્રમાં પણ અનેક વર્ષોથી…