ગુજરાતમાં ૭ જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ પ્રક્રિયા અમલમાં: હવે આધાર આધારિત e-KYC થી ઘરે બેઠા લાયસન્સ મેળવવાનો માર્ગ સરળ
ગાંધીનગર: વાહન ચલાવનાર દરેક નાગરિક માટે જરૂરી લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની રહી છે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ્વારા લર્નિંગ લાયસન્સની અરજીઅથવા ટેસ્ટની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપી સેવા લાવવાના હેતુથી “ફેસલેસ લર્નિંગ લાયસન્સ” સેવા શરૂ કરવાની નિર્ણય થયો છે. નવી વ્યવસ્થા તા. ૭ જુલાઈ, ૨૦૨૫ થી સમગ્ર રાજ્યમાં અમલમાં આવશે….