જય જય જલારામ! ભાણવડમાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી ભવ્ય રીતે ઉજવાઈ – ૧૦૮ દીપમાળાની મહાઆરતી, અન્નકૂટ દર્શન અને ભજન-કીર્તનથી ગૂંજી ઉઠ્યું શહેર
ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવના નો અનોખો સમન્વય જોવા મળ્યો ભાણવડ શહેરમાં, જ્યાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી નિમિત્તે આખું શહેર ભક્તિમાં રંગાઈ ગયું. નાના મોટાં સૌએ પોતાના ઘરોમાં દીપ પ્રગટાવ્યા, મંદિરોને પુષ્પમાળા અને રંગોળીથી શોભિત કર્યા અને શહેરના મધ્યમાં આવેલ જલારામ મંદિર ભક્તોથી છલકાઈ ગયું. આ પ્રસંગે ધર્મ, દાન અને કરુણાનું પ્રતિબિંબરૂપ જલારામ બાપાના આદર્શો…
 
								 
			 
			 
			 
			 
			 
			