રીબડા આપઘાતકાંડમાં મહત્ત્વપૂર્ણ વળાંક: પુજા રાજગોરને મળ્યા જામીન, સીસીટીવી ફૂટેજ મામલે પોલીસ અને હોટેલ માલિકનો કોર્ટમાં જવાબ
ગોંડલ, રીબડા ગામના યુવાન અમીત ખુંટના આપઘાત કેસમાં મોટા દાવપેચો વચ્ચે જેલમાં રહેલી આરોપી પુજા જેન્તીભાઈ રાજગોરને આખરે ગોંડલ કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા છે. ચારેય બાજુથી ચર્ચાસ્પદ બનેલ આ કેસમાં હવે પુજા રાજગોરને રૂ. 50,000ના નકમો જામીન અને તેટલી જ રકમના જાત જામીન ઉપર મુક્તિ મળી છે. કોર્ટ દ્વારા નક્કી કરાયેલ શરતોને આધારે જામીન મંજૂર…