ટાટા કેમિકલ્સ મીઠાપુર કેન્ટીન વિવાદ: ઈયળ મળેલી નાસ્તાની ઘટનાએ મજૂરો લડી લેવાના મૂડમાં, અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનથી નવા પ્રશ્નો ઊઠ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામમાં આવેલી જાણીતી ટાટા કેમિકલ્સ લિ. કંપની ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. 11 જૂન 2025ના રોજ કંપનીની અંદર આવેલી કેન્ટીનમાં મજૂરો માટે તૈયાર કરાયેલા પવા-બટેટાના નાસ્તામાં ઈયળ નીકળ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના માત્ર મજૂરોમાં નહીં પરંતુ સમગ્ર મીઠાપુર વિસ્તારમાં ઉગ્ર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે….