પાટણ ભાજપે “કટોકટી”ના ૫૦ વર્ષે સંવિધાન હત્યા દિવસ તરીકે યાદ કરી, બલવંતસિંહ રાજપૂત અને નિતિન પટેલની તીવ્ર ટીકાઓ
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા વિભાગ દ્વારા “કટોકટી”ના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંવિધાન હત્યા દિવસ”ના રૂપમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજકીય ઇતિહાસના ઐતિહાસિક પડાવ સમાન ૨૫ જૂન, ૧૯૭૫ની કટોકટી અને તેના દૌરાના બનાવોને યાદ કરી લોકશાહીની વ્યાખ્યા અને મૂલ્યો ઉપર ચર્ચા કરવામાં આવી….