શ્રાવણી અમાસે ભાણવડ નજીક હાથલા ગામમાં શનિદેવ જન્મસ્થળે ભક્તિનો મહામેળો
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકું ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને શ્રદ્ધાથી જાણીતું છે. અહીંના હાથલા ગામને શનિદેવના જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર સ્થાન પર શ્રાવણ માસની અમાસ અને શનિવારનો સંયોગ થતા હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગામભરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં ભક્તો શ્રદ્ધાભાવે પૂજા-અર્ચના, દાન અને ધાર્મિક વિધિઓમાં જોડાયા…