જામનગરના ટાઉનહોલ રિનોવેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર? વિપક્ષી નગરસેવક અસલમ ખીલજીની વીજીલન્સ તપાસની માંગથી રાજકીય ગરમાવો
જામનગર શહેરના હૃદયસ્થળે આવેલું જૂનું ટાઉનહોલ ઐતિહાસિક ઇમારત છે. શહેરની ઓળખ સમાન આ ઈમારતના રિનોવેશન માટે મહાનગરપાલિકા દ્વારા અનેક ઠરાવો, મંજૂરીઓ અને બજેટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ હવે આ જ ટાઉનહોલના કામને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વિપક્ષના નગરસેવક અસલમભાઈ ખીલજીએ સીધા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને આ સમગ્ર મામલાની વીજીલન્સ તપાસ…