રણકાંઠે ઉર્જાનો તેજસ્વી ચમત્કાર — ચારણકા સોલાર પાર્કે ગુજરાતને ગ્રીન એનર્જી ક્ષેત્રે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું
પાટણ જિલ્લાનો એક સામાન્ય ગામ, ચારણકા, આજે વિશ્વના ઉર્જા નકશા પર એક તેજસ્વી બિંદુ બની ગયું છે. જે સ્થાન ક્યારેક સૂકું, પડતર અને અઉપયોગી જમીન ગણાતું હતું, તે આજે ભારતની ગ્રીન રેવોલ્યુશનનું પ્રતીક બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ ઇચ્છાશક્તિ, દુરંદેશી દ્રષ્ટિ અને નવીન વિચારોના પરિણામે ચારણકા ગામે સૌર ઉર્જા ક્ષેત્રે એક નવો અધ્યાય…