“જામનગરનો હિત કંડોરિયા રાષ્ટ્રીય લોન ટેનિસ ચેમ્પિયન બન્યો: છત્રપતિ શંભાજીનગરની નૅશનલ ટુર્નામેન્ટમાં જામનગરનો લાડકો તારકો તેજસ્વી રીતે ચમક્યો”
છત્રપતિ શંભાજીનગર, મહારાષ્ટ્રમાં 3 થી 8 નવેમ્બર 2025 દરમિયાન યોજાયેલી લોન ટેનિસની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય (કલેકોર્ટ) ટુર્નામેન્ટમાં ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. જામનગરના યુવા ટેનિસ ખેલાડી હિત કંડોરિયાએ અંડર-14 કેટેગરીમાં ડબલ્સ ચેમ્પિયનશિપ જીતીને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ભારતભરમાંથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ ભાગ લેતી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં કુલ 128 પ્રતિસ્પર્ધકો સામેલ થયા હતા…