ઉનામાં જાહેર ટ્રાફિક વ્યવસ્થાને રાહત આપતો મહત્વકાંક્ષી ઉપક્રમ: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થતી પાર્કિંગ સુવિધાનો કર્યું સ્થળ પર જઈ નિરીક્ષણ
ઉના: શહેરના કેન્દ્રસ્થાન પર આવેલા ટાઉન હોલ નજીક ટૂંક સમયમાં વાહનચાલકોને મોટી રાહત મળવાની તૈયારી છે. અહીં નવીન પાર્કિંગ સુવિધા રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે. ઉનાના વિકાસશીલ અને જનહિત માટે અવિરત કાર્યરત ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી. રાઠોડ) એ આજે આ પાર્કિંગ એરિયાના વિકાસકાર્યોનું નિરીક્ષણ કરીને કામની ગુણવત્તા અને કામગીરીના દ્રષ્ટિકોણથી…