હારીજમાં પાણી માટે હાહાકાર: મહિલાઓનો ઉગ્ર રોષ, નગરપાલિકાના બેદરકાર વહીવટ સામે ઉઠી ત્રાહિમામની ચીસ!
પાટણ જિલ્લામાં આવેલ હારીજ શહેરમાં છેલ્લા દસ દિવસથી નાગરિકો તરસી રહ્યા છે. શહેરના વોર્ડ નં. 4 ઝાપટપૂરા અને વોર્ડ નં. 5 અંબિકા નગર વિસ્તારમાં રહેનાર નાગરિકોને લાંબા સમયથી પીવાનું પાણી મળતું નથી. નળોમાંથી બુંદ પણ ન ટપકતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી….