ઐતિહાસિક ગીતા લોજ બિલ્ડીંગનો કોર્નર તૂટતાં શહેરમાં ફફડાટ : સદ્નસીબે મોટી જાનહાનિ ટળી
જામનગરના મધ્ય ભાગમાં આવેલું ગીતા લોજ બિલ્ડીંગ વર્ષોથી શહેરની ઐતિહાસિક ઓળખ બનીને ઉભું છે. જૂના જામનગર શહેરની ગલીઓમાં આવેલું આ બિલ્ડીંગ તેના સમયના એક અનોખા નિર્માણકૌશલ્યનું પ્રતિક છે. પરંતુ ગઈકાલે સાંજના સમયે આ ઐતિહાસિક બિલ્ડીંગમાં અચાનક જ એક કોર્નરનું છજું તૂટી પડ્યું હતું. ઘટના કેવી રીતે બની? પ્રાપ્ત વિગતો અનુસાર, ગીતા લોજ બિલ્ડીંગના બીજા માળ…