ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર મહિલા મુસાફરોને રાહત – પાંચ ફુટની ફેન્સ હટતાં ટ્રેનમાં ચડવાની મળી સુવિધા, રેલવેનો સંવેદનશીલ નિર્ણય વખાણાયો
મહારાષ્ટ્રના ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી મહિલા મુસાફરોને રોજિંદા પ્રવાસ દરમિયાન એક અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સેન્ટ્રલ રેલવેના આ વ્યસ્ત સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૫ પર ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન જ્યારે કલ્યાણ તરફ આવતી હતી, ત્યારે તેનો પહેલો ડબ્બો — જે ખાસ કરીને મહિલા મુસાફરો માટે અનામત હોય છે — એ જગ્યાએ…