મોરબીના બેલા (રંગપર) ગામે ભવ્ય તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ શાળાના ભૂલકાઓ સાથે જોડાઈ, ઉત્સાહમાં ઉમેરો
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નાનકડા દેશભક્ત ભૂલકાઓએ હાથમાં તિરંગા પકડીને ગામની ગલીઓમાં દેશપ્રેમના ઉલ્લાસભર્યા નારા લગાવ્યા. આ રેલીમાં ખાસ મહેમાન તરીકે મોરબી જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી પણ જોડાયા હતા, જેમણે બાળકો અને ગ્રામજનો સાથે મળી આ…