વડનગરમાં અદ્યતન વિકાસનો નવો અધ્યાય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ સહિતના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું
વડનગર — ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાનો સાક્ષી વડનગર શહેરમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરમાં ચાલી રહેલા અદ્યતન વિકાસ પ્રોજેક્ટ્સનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ગુણવત્તા જાળવીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી. રૂ. 17 કરોડનો મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ વડનગર રેલ્વે સ્ટેશન સામે…