ખંભાળિયામાં રાજકીય તણાવનો વિસ્ફોટ – “આપ”ના કાર્યકરોનું પોલીસ મથકમાં હુલ્લડ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 30 સામે રાયોટીંગનો ગુનો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ ભારે ચકચાર મચાવી છે. એક સામાન્ય વાહન અકસ્માતથી શરૂ થયેલો વિવાદ હવે રાજકીય રંગ લઈ પોલીસ મથક સુધી પહોંચી ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો દ્વારા કથિત રીતે હુલ્લડ મચાવાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી…