મોરબી મહાનગરપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી
મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેલવે સ્ટેશન રોડ, મોરબી શહેર ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારશ્રી તરફથી મળતી મદદ અને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુંક થયેલ શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત તારીખ ૦૫/૦૨/૨૦૨૫…