ભાંડુપમાં ખુલ્લા વીજ વાયરથી 17 વર્ષના યુવાનનું મોત : ચેતવણી રૂપ ઘટના CCTVમાં કેદ
મુંબઈના ભાંડુપ વિસ્તારમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ ફરી એક વાર વીજ સલામતી મુદ્દે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. અહીં 17 વર્ષના એક કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો, કારણ હતું રસ્તા પર વરસાદી પાણી વચ્ચે ખુલ્લો પડેલો વીજ વાયર. આ દુર્ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો જોઈને સ્થાનિકો હચમચી ગયા છે. ઘટના વિગત…