સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહિલા વૃદ્ધાશ્રમ ખાતે આરોગ્ય ચકાસણી અને આયુષ્માન કાર્ડ વિતરણનો માનવતાભર્યો કાર્યક્રમ
જામનગર તા. ૦૪ ઓક્ટોબર – સમાજમાં વૃદ્ધોના યોગદાનને યાદ કરવા અને તેમને સન્માન આપવા માટે દર વર્ષે ૧ ઓક્ટોબરે વિશ્વ વૃદ્ધ દિવસ (International Day of Older Persons) ઉજવવામાં આવે છે. આ અવસર પર સમાજ સુરક્ષા કચેરી, જામનગર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સ્થળ હતું – શ્રી આણંદા…