જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં ‘આરોગ્યસાથી’ સોફ્ટ સ્કિલ તાલીમ શિબિર : દર્દી સેવા માટે માનવીય અભિગમના સંકલ્પ સાથે ૪૫૫ કર્મચારીઓને માર્ગદર્શન
જામનગર, તા. ૦૪ ઑક્ટોબર – રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મહત્વાકાંક્ષી પહેલ ‘આરોગ્યસાથી પ્રોજેક્ટ’ અંતર્ગત શહેરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ ખાતે અનોખી તાલીમ શિબિર યોજાઈ. બે દિવસીય આ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ શિબિર ખાસ કરીને હોસ્પિટલના ફ્રન્ટલાઇન કર્મચારીઓ – જેમ કે સફાઈ સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ્સ અને કેસ વિન્ડો ઓપરેટર્સ – માટે આયોજન કરવામાં…