“સિંહદર્શન પરમિટમાં ફ્રોડ?” — સાસણગીર હોટલ એસોસિએશનની ગંભીર ફરિયાદ, માત્ર ૨૦ મિનિટમાં ૧૮૦ ઑનલાઇન પરમિટ ફૂલ થવાથી ઉઠ્યા સવાલો
જૂનાગઢ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સાસણગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહદર્શન માટે પરમિટ મેળવવા પર્યટકોમાં હંમેશાં ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે લાખો પર્યટકો “એશિયાટિક લાયન”ને નિહાળવા માટે અહીં પહોંચે છે. પરંતુ તાજેતરમાં પર્યટન વ્યવસ્થામાં એક ગંભીર વિવાદ સર્જાયો છે. સાસણગીર હોટલ એસોસિએશને વનવિભાગને એક પત્ર લખી ઓનલાઇન પરમિટ સિસ્ટમમાં “ફ્રોડ” થતો હોવાનો આક્ષેપ કર્યો છે. હોટલ એસોસિએશનનો દાવો…