દ્વારકા હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય : ₹107 કરોડની ગ્રાન્ટ બાદ પણ કામની શરૂઆત નથી, તંત્ર સામે લોકોનો રોષ
દેવભૂમિ દ્વારકા જિલ્લો માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ પ્રવાસન અને ઔદ્યોગિક રીતે પણ ગુજરાત માટે અત્યંત મહત્વનો વિસ્તાર છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, તો હજારો વાહનો આ માર્ગ પરથી દરરોજ પસાર થાય છે. પરંતુ હાલ દ્વારકા હાઈવેની હાલત જોઈને કોઈપણ નાગરિકને દુઃખ અને ગુસ્સો બંને થાય એ સ્વાભાવિક…