ડીસા બસ સ્ટેશનના ખાડાઓ સામે આપ-કોંગ્રેસનો ખાડા પુજન કાર્યક્રમ: ભાજપના ઝંડા સાથે કરાયું પ્રતિકાત્મક વિરોધ
બનાસકાંઠાના ડીસા શહેરમાં નવનિર્મિત બસ સ્ટેશનની બહાર સતત પડતા ખાડાઓને લઈને સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો ત્રાસી ઉઠ્યા છે. માર્ગોની હાલત અત્યંત ખસ્તા બનતા લોકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સ્થાનિક આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના આગેવાનો ભેગા થઈને ખાડાઓ સામે વિરોધનો અનોખો અને પ્રતિકાત્મક રસ્તો અપનાવ્યો. ડીસાના નવા બસ સ્ટેશનની બહાર પડેલા…